Posts

પણંજ ગામમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરાયા વાપી ભાસ્કર (12-04-2026)

Image
 પણંજ ગામમાં વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરાયા વાપી ભાસ્કર (12-04-2026) આસિફભાઈ શેખ, દિવ્ય ભાસ્કર પત્રકાર, ખેરગામ  વાપી ભાસ્કરના દિવ્ય ભાસ્કરની 12-04-2026 એડિશનના આ ન્યૂઝ જરૂર વાંચો  દિવ્ય ભાસ્કર ઈ-પેપર વાંચવા માટે અહીં ક્લિક કરી એપ ઈન્સ્ટોલ કરો -  https://divya.bhaskar.com/Hb58Unhag2b  

"માનવતાનો મેસેજ: USAથી પણંજ સુધી શિક્ષણ માટે સહયોગ"

Image
    "માનવતાનો મેસેજ: USAથી પણંજ સુધી શિક્ષણ માટે સહયોગ" પણંજ ગામના કણબીવાડ વિસ્તારના વતની અને હાલ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (USA) ખાતે નિવાસ કરતા રાકેશભાઈ વલ્લભભાઈ પટેલના સહયોગથી એક સુંદર સમાજસેવી કાર્ય યોજાયું હતું. તેમના સહકારથી પણંજ ગામની મોટી કોલવાડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ગણવેશ વિતરણ કરવામાં આવ્યા. આ કાર્યક્રમ દરમિયાન ગણવેશનું વિતરણ પણંજ, કણબીવાડના જનકભાઈ જીતેન્દ્રભાઈ દેસાઈના હસ્તક કરવામાં આવ્યું હતું. પ્રસંગે વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. સાથે જ વાલીઓ અને ગ્રામજનોમાં પણ ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. આવા સેવાકીય કાર્યો ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણને પ્રોત્સાહન આપતા હોય છે અને બાળકોમાં અભ્યાસ પ્રત્યે નવી પ્રેરણા જગાવે છે. રાકેશભાઈ પટેલના આ ઉપક્રમે સમાજ માટે એક ઉત્તમ અને પ્રેરણાદાયક સંદેશ આપ્યો છે. શાળાના આચાર્ય શ્રીમતિ સુનીતાબેન પટેલે આ સેવાકીય કાર્ય બદલ દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. #Khergam #KhergamNews #KhergamTaluka #KhergamVillage #KhergamGujarat #KhergamUpdates #KhergamDevelopment #KhergamCommunit...

નોટબુકથી સ્વેટર સુધી –પણંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં માનવતાનું સુંદર ઉદાહરણ

Image
  નોટબુકથી સ્વેટર સુધી –પણંજ વિદ્યા મંદિર પ્રાથમિક શાળામાં માનવતાનું સુંદર ઉદાહરણ. નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પણંજ ગામમાં આવેલી વિદ્યામંદિર પણંજ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના કલ્યાણાર્થે દાતાશ્રીઓના સહયોગથી બે મહત્વપૂર્ણ સેવાકીય કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા. તા. 21/02/2026ના રોજ ગામ પણંજ, કણબીવાડના પ્રિયાબેન પ્રકાશભાઈ પટેલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને નોટબુક અને પાઉચનું વિતરણ કરવામાં આવ્યું, જે વિદ્યાર્થીઓના અભ્યાસને પ્રોત્સાહન આપનાર ઉત્તમ પહેલરૂપ બન્યું. તે જ રીતે તા. 23/02/2026ના રોજ કણબીવાડના રાકેશભાઈ પટેલ અને તેમના પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને સ્વેટર સહાય માટે ઉદાર આર્થિક સહયોગ આપવામાં આવ્યો. આ સહયોગના પરિણામે શાળાના તમામ વિદ્યાર્થીઓ માટે સ્વેટરની સુવિધા ઉપલબ્ધ બની છે, જે ઠંડીના મોસમમાં તેમના આરોગ્ય, નિયમિત હાજરી અને અભ્યાસમાં પ્રગતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આપેલ આ માનવતાભર્યા સહયોગ બદલ શાળા પરિવાર તરફથી હાર્દિક આભાર તથા અભિનંદન વ્યક્ત કરવામાં આવે છે. તમામ દાતાશ્રીઓનો શાળાના આચાર્ય / ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના ખજાનચ...

ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી.

Image
  ખેરગામ તાલુકામાં ૭૭મા ગણતંત્ર દિવસની ગૌરવભેર ઉજવણી. આછવણી આશ્રમશાળા ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો આજરોજ ૭૭મા ગણતંત્ર દિવસની ઉજવણીના ભાગરૂપે ખેરગામ તાલુકાની તાલુકા કક્ષાની ઉજવણી આછવણી આશ્રમશાળા ખાતે ગૌરવભેર યોજાઈ હતી. તાલુકા વહીવટી તંત્ર વતી પ્રાંત અધિકારીશ્રી બી.એલ. માહલા સાહેબ દ્વારા તિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ, મામલતદારશ્રી ભાવેશભાઈ, તાલુકા હેલ્થ ઓફિસર પ્રજ્ઞેશભાઈ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મનીષભાઈ, તાલુકા પંચાયત તેમજ તાલુકાની વિવિધ કચેરીઓના અધિકારી-કર્મચારીઓ, ગામના સરપંચશ્રીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ સાંસ્કૃતિક કાર્યક્રમમાં આછવણી આશ્રમશાળા, આછવણી બંધાડ ફળિયા પ્રાથમિક શાળા તથા ખેરગામ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક નૃત્યો રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. ઉત્કૃષ્ટ કામગીરી બદલ વહીવટી તંત્ર વતી વિવિધ વિભાગોના કર્મચારીઓને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં તાલુકા પંચાયતના ખુશ્બુબેન પટેલ (સિનિયર ક્લાર્ક), શિક્ષણ વિભાગના હેતલબેન પટેલ (શિક્ષક), આરોગ્ય વિભાગ...

ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ

Image
  ખેરગામ રામજી મંદિરમાં આયુષ મેળો યોજાયો, ૩૮૧ લોકોએ લીધો લાભ ખેરગામ તાલુકાના રામજી મંદિરમાં જિલ્લા પંચાયત સ્વભંડોળ ગ્રાન્ટથી આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકરે આયુષ શાખાની કામગીરી વિશે માહિતી આપી. આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયાએ આયુર્વેદ શાખાની કામગીરીને બિરદાવેલી. વૈધ વંદનાબેન પટેલે કેમ્પનું ઉદ્ઘાટન કર્યું. આયુષ મેળામાં તાલુકા પંચાયત સભ્યો, અધિકારીઓ, ગ્રામ પંચાયત સભ્યો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આયુર્વેદ તથા હોમિયોપેથી પદ્ધતિથી નિદાન, સારવાર અને દવા વિતરણ કરવામાં આવ્યું. આ મેળાનો કુલ ૩૮૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આયુષ મેળામાં કારોબારી અધ્યક્ષ સુનિલભાઈ પટેલ, તાલુકા પંચાયત સભ્ય વિભાબેન પટેલ, આરોગ્ય સમિતિ ચેરમેન સુમિત્રાબેન ગરાસીયા, જિલ્લા આયુર્વેદ અધિકારી વૈધ કાજલબેન મઢીકર, આયુર્વેદ મેડિકલ ઓફિસર વૈધ વંદનાબેન પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. પ્રજ્ઞેશભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિ અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાંડાવાલા, રામજી મંદિરના ટ્રસ્ટી અરવિંદભાઈ ચૌહાણ, સરપંચ ઝરણાબેન પટેલ, ગ્રામ પંચાયતના સભ્યો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉ...